LG Velvet Launched in India, Learn Price and Features LG Velvet ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

 LG Velvet Launched in India, Learn Price and Features


દક્ષિણ કોરિયાની કંપની LGએ ભારતમાં LG Velvet લોન્ચ કરી દીધો છે. LG Velvetના 6GB રેમ, 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ભારતમાં રૂ.36,990માં લોન્ચ કરાયો છે, જેનું વેચાણ 30મી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. LG Velvet સ્પેસિફિકેશન LG Velvetને અનોખા 3D Arc ડિઝાઈનમાં લોન્ચ કરાયો છે. LGના આ નવા સ્માર્ટફોનમાં 6.8 ઈંચની ફૂલ HD+ સિનેમા ફૂલ વિઝન OLED ડિસપ્લે છે અને તેનું સ્ક્રીન રિઝોલ્યુશન 2340x1080 પિક્સેલ છે.



 LG Velvetમાં વોટરડ્રોપ નોચ છે અને સેલ્ફી કેમેરા ડિસપ્લે અંદર છે. LG Velvetમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે. ડ્યુરેબિલીટી IP68 અને MIL-STD 810D સર્ટિફાઈડ છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટીંગ સિસ્ટમ LG Velvet કેમેરા LG Velvetમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે પ્રાઈમરી કેમેરો 48MPનો છે. સેકન્ડરી કેમેરા 8MPનો છે. 




ત્રીજો કેમેરો 5MPનો છે, જે અલ્ટ્રા વાઈડ અને ડેપ્થ સેન્સર ફીચર સાથે આવે છે. LG Velvetમાં 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. LG Velvet બેટરી LG Velvetમાં 4300 mAhની બેટરી છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગના સપોર્ટ સાથે આવે છે. LGના આ ફોનમાં USB Type-C પોર્ટ છે. 

માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 2 TB સુધી વધારી શકાશે. LG Velvet કનેક્ટિવીટી કનેક્ટીવીટી માટે 4G LTE, Wi-Fi 802.11AC, 5G, GPS, A-GPS, બ્લૂટુથ વર્ઝન 5.1 NFC અને USB ટાઈપ-સી પોર્ટ છે. 

LG Velvetમાં સ્ટીરિયો સ્પીકર્સ અને સિક્યોરિટી માટે ઈન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. LGના આ સ્માર્ટફોનમાં વાકોમ સ્ટાઈલસ પેન અને LG ડ્યુઅલ સ્ક્રીન કવર સપોર્ટ સાથે આવે છે.  LG Velvet કલર LG Velvetને ચાર કલરના વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ કલર ઓપ્શનમાં આરોરા ગ્રીન, અરોરા ગ્રે, વ્હાઈટ અને ઈલ્યુઝન સનસેટ છે.

Joins Our Whtsapp Group :Click here