મંદીની બુમરાણ વચ્ચે ફેસ્ટિવ સિઝન સેલમાં દર મિનિટે 1.5 કરોડ સ્માર્ટફોન વેચાયા..! 15 million smartphones sold every minute in the festive season sale amid the cries of recession ..!

મંદીની બુમરાણ વચ્ચે ફેસ્ટિવ સિઝન સેલમાં દર મિનિટે 1.5 કરોડ સ્માર્ટફોન વેચાયા..!

15 million smartphones sold every minute in the festive season sale amid the cries of recession ..!


ફરી એક વાર ફેસ્ટિવલ સિઝન સેલમાં તમામ કેટેગરીમાં સૌથી વધુ વેચાણ નવા લોન્ચ થયેલા અને એફોર્ડેબલ મોડલના સ્માર્ટફોનનું થયું છે. જે સેલની શરૂઆતના 7 દિવસો એટલે કે ઓક્ટોબર 15-21 સુધીમાં તમામ કેટેગરીમાં સૌથી વધુ 47 ટકા સ્માર્ટફોન વેચાયા છે. બેંગલુરૂ સ્થિત માર્કેટ રિસર્ચ ફર્મ રેડસીરે પ્રમાણે, ફેસ્ટિવ સિઝન સેલના પહેલા અઠવાડિયામાં ઓનલાઈન પ્લેટફોર્મ પર દર મિનિટે 1.5 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચવામાં આવ્યા હતા

- જે ભાવની પસંદગી, અફોર્ડેબલ (પરવડે તેવા) સ્કીમ અને ડિલિવરી સ્પીડ જેવા ઘટકો પર આધારિત હતા. રેડસીર કન્સલ્ટિંગના ડિરેક્ટર ગંક ગુટગુટીયાએ જણાવ્યું હતું કે, ઘણા પાસાંઓમાં તે ખરેખર ભારતીય ઈકોમર્સ માટે તહેવારોની પહેલ છે જે તેના ભાવિ વિકાસ માટે એક મજબૂત પાયો બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, હજી ફેશન કેટેગરીમાં સેલ ગત વર્ષ જેટલું નથી, જે આ સમયગાળામાં 14 જેટલું જ હતું. તેમ છતાં ફોર્મલ અને ફેસ્ટિવલ વેરની માંગ નબળી જ જણાય છે. રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમને કારણે ઘર અને ઘરનું રાચરચીલું સહિત માળખાકીય સુવિધાઓની ઉંચી માંગ રહી છે. 

સ્માર્ટફોન બ્રાન્ડ એમઆઈ ઈન્ડિયાએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, ફેસ્ટિવલ સિઝનના 7 દિવસમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને એમઆઈડોટકોમ પ્લેટફોર્મ પર 50 લાખ હેન્ડસેટનું વેચાણ થયું હતું. ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ પોકોનું આ સમયગાળામાં ફ્લિપકાર્ટ પર 10 લાખ સ્માર્ટફોનનું વેચાણ નોંધાયું હતું. ફ્લિપકાર્ટે અગાઉ જણાવ્યું હતું કે, 

મોબાઈલ કેટેગરીમાં પ્લેટફોર્મ પર રેકોર્ડ બમણો ગ્રાહકોની વૃદ્ધિ જોવા મળી છે. સ્માર્ટફોનના પ્રીમિયમ સેગમેન્ટમાં 3.2 ગણી વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં મુખ્યત્વે એપલ, ગૂગલ અને સેમસંગ ફોન્સ દ્વારા સંચાલિત છે.