માર્કેટમાં લોન્ચ થયું કોરોનાનો ખાત્મો કરતું AC, જૂનાં પણ કરી શકાય છે ફિટ Launched in the market Corona eliminating AC, can also fit older

Launched in the market Corona eliminating AC, can also fit older


કોરોના વાયરસના શરૂઆતના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે એર કન્ડીશનરના ડક્ટથી વાયરસ જડપથી ફેલાય છે. જોકે કંપનીના દાવા મુજબ માર્કેટમાં એવું AC આવી ગયું છે, જે કોરોના વાયરસનો ખાત્મો બોલાવશે. આ એર કંડિશનરના નિર્માણમાં વાયરસ ડિએક્ટિવેશન ટેકનોલોજી (VDT)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી વિશિષ્ટ જગ્યાએ સ્થિત કોવિડ-19 (SARS-CoV-2) સહિતના તમામ વાયરસોને 99.9 ટકા સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.


નવી ટેકનોલોજીથી કોરોનાનો 99.9 ટકા ખાત્મો એર કન્ડીશન બનાવાર કંપનીએ દાવો કર્યો છે કે, તેના એસીમાં કોવિડ-19 વાયરસનો 99.9% ખાત્મો થઈ જાય છે. મતલબ કે એસીની ડક્ટથી કોરોના વાયરસના ફેલાવાનો ખતરો શૂન્ય થઈ જાય છે. આ દાવો એર કન્ડિળશનિંગ અને કોમર્શિયલ રેફ્રિજરેશન બનાવતી અગ્રણી કંપની બ્લૂ સ્ટાર (Blue Star) તરફથી કરાયો છે.



આ ટેક્નોલોજી જૂના ACમાં પણ નાખી શકાય બ્લૂ સ્ટાર કંપની હાલ તેના તમામ ACમાં આ ટેક્નોલોજી ફીટ કરી રહી છે. જૂના ACમાં પણ રેટ્રો ફિટ કરી શકાય છે. કોઈની પાસે સેન્ટ્રલ AC હોય કે યુનિટરી AC, બંનેમાં તેને રેટ્રોફિટ કરી શકાય છે. VDT ટેક્નોલોજી ઘરો માટે તો સારી જ છે, પણ સાથે વ્યાવસાયિક સ્થળો માટે પણ તે સારી પુરવાર થઈ શકે છે. કંપનીનું કહેવું છે કે, ATM, કોઈ શોરૂમ, રેસ્ટોરન્ટ, સરકારી કે પ્રાઈવેટ ઓફિસ, મોલ, સિનેમા થિયેટર અને એરપોર્ટ ઉપર પણ ઉપયોગ કરી શકાય છે.  


કંપનીએ એમ પણ કહ્યું છે કે આ ટેક્નોલોજી સરકાર દ્વારા લાગુ કરેલ સોશિયલ ડિસટન્સ, હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનો વિકલ્પ છે. વાયરસ ડિએક્ટિવેશન ટેક્નોલોજીનો ઉપયોગ બ્લૂ સ્ટારના અધિકારીએ જણાવ્યું કે, આ એર કન્ડીશનરમાં વાયરસ ડિએક્ટિવેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ટેક્નોલોજી કોઈ ખાસ જગ્યામાં કોવિડ 19 સહિત તમામ વાયરસને 99.9 ટકા સુધી ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે એસીમાંથી નીકળતી હવા આ ટેક્નોલોજીમાંથી પસાર થાય છે ત્યારે વાયરસ આપોઆપ ખતમ થઈ જાય છે. આ ટેક્નોલોજી ઘરના એસીમાં તો લાગી જ શકે છે, સાથે જ સેન્ટ્રલાઈઝ એસી સિસ્ટમમાં પણ સરળતાથી લગાવવામાં આવી શકે છે.